Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથ સિંહે હિંદ મહાસાગરના દેશના સંરક્ષણ પ્રધાનોના સંમેલનમાં સંબોધન કર્યુ

Live TV

X
  • એરો ઇન્ડિયામાં હિંદ મહાસાગરના દેશોના રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન કરાયું. આ પરિષદનો મુખ્ય વિષય હિંદ મહાસાગરમાં શાંતિ, સુરક્ષા અને સહયોગ વધારવાનો છે.

    એરો ઇન્ડિયામાં હિંદ મહાસાગરના દેશોના રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન કરાયું. આ પરિષદનો મુખ્ય વિષય હિંદ મહાસાગરમાં શાંતિ, સુરક્ષા અને સહયોગ વધારવાનો છે. આ સંમેલન રક્ષા સચીવોના સ્વાગત પ્રવચનથી શરૂ થયુ છે, વિવિધ સદસ્ય દેશોના રક્ષા મંત્રીઓ સંમેલનને સંબોધન કર્યુ. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમા જણાવ્યુ કે ભારતે આઈ.ઓ.આર દેશોની વચ્ચે વ્યાપાર તથા પર્યટનને વધારવા માટે પહેલ કરી છે આ સાથે ભારત નવીન ટેકનોલોજી પર ભાર મુકી રહ્યુ છે.  આ સંમેલનમા વિવિધ 18 દેશોના રક્ષામંત્રીઓ, રક્ષા સચીવો, સેનાના પ્રમુખો ભાગ લઈ રહ્યા છે. આ સિવાય 6 દેશો આભાસી રુપે ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનએ સંસ્થાકીય, આર્થિક અને સહકારી વાતાવરણમાં ચર્ચાઓને પ્રોત્સાહન આપવાની એક પહેલ છે જે હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ટેકનોલોજીના વિકાસમાં દરિયાઇ ક્ષેત્ર વિશે જાગૃતિ લાવવા, દરિયાઇ ક્ષેત્રની દેખરેખ અને આપત્તિ રાહત, દરિયાઇ પ્રદૂષણને લગતી પ્રવૃત્તિઓ કરવા અને દરિયાઈ સંસાધનોની ક્ષમતાઓમાં વધારો કરવામાં મદદ કરશે...  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply