રક્ષા મંત્રાલયે આઠ એન્ટી સબમરીન વોર ફેર શેલો વોટર ક્રાફ્ટ્સ બનાવવાની ડીલ કરી
Live TV
-
રક્ષા મંત્રાલયે પબ્લિક સેક્ટરની શીપયાર્ડ કંપની ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. સાથે આઠ એન્ટી સબમરીન વોર ફેર શેલો વોટર ક્રાફ્ટ્સ બનાવવાની ડીલ કરી છે.
રક્ષા મંત્રાલયે પબ્લિક સેક્ટરની શીપયાર્ડ કંપની ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. સાથે આઠ એન્ટી સબમરીન વોર ફેર શેલો વોટર ક્રાફ્ટ્સ બનાવવાની ડીલ કરી છે. GRSE ને કુલ 6,311 કરોડમાં ઓર્ડર આપવામાં આવ્યા છે. આ સોદા હેઠળ આ કંપની નૌ સેનાને દુશ્મન દેશના સબમરીન પર પાણીની નીચેની હુમલો કરનાર શીપ બનાવીને આપશે. આ કરાર પર હસ્તાક્ષર કર્યાના 42 મહિનાની અંદર પ્રથમ શીપની ડિલીવરી કરવી પડશે, ત્યારબાદ દર વર્ષે બે શીપની ડિલીવરી કરવી પડશે. કરાર પર હસ્તાક્ષર કર્યાના 84 મહિનાની અંદર આ યોજના પૂરી થશે.
