લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 64 ટકા મતદાન થયું
Live TV
-
લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં કુલ 64 ટકા મતદાન થયું છે. નવ રાજ્યોમાં 71 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન થયેલ છે. જમ્મુ-કાશ્મીરના કુલ-ગામ જિલ્લામાં અનંતનાગ લોકસભાની બેઠક પર પણ મતદાન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં કુલ 64 ટકા મતદાન થયું છે. નવ રાજ્યોમાં 71 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન થયેલ છે. જમ્મુ-કાશ્મીરના કુલ-ગામ જિલ્લામાં અનંતનાગ લોકસભાની બેઠક પર પણ મતદાન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના ઉમેશ સિન્હાએ ચોથા તબક્કાના મતદાન વિશે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં અત્યાર સુધીમાં લોકસભાની 543 બેઠકોમાંથી 373 બેઠકો પર મતદાન પૂર્ણ થયેલ છે, જેમાં મહારાષ્ટ્રની 17 રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની 13-13 પશ્ચિમ બંગાળની 8 મધ્યપ્રદેશ અને ઓડિશાની 6-6 બિહારની 5 અને ઝારખંડની 3 બેઠકો પર પણ મતદાન થયું છે. ચોથા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું છે, તેમાં કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહ સુભાષ ભામરે, એસ.એલ.આહલુવાલીયા, ગજેન્દ્રસિંહ શેખાવત અને બાબુલ સુપ્રિયો સામેલ છે, તે ઉપરાંત કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ અવીર રંજન ચૌધરી પ્રકાશ, જયસ્વાલ મિલિંદ દેવડા, ઉર્મિલા માતોડકર, સી.પી.આઈ.ના, કનૈયા કુમાર, R.L.S.P. ના ઉપેન્દ્ર કુશવાહ સામેલ છે.
