રાજકીય સન્માન સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદસિંહના અંતિમસંસ્કાર
Live TV
-
પૂર્વ કેન્દ્રીય રઘુવંશપ્રસાદ સિંહને આજે અંતિમ સંસ્કાર આપવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને સવારે અંદાજે સાડા નવ વાગે પટણાથી વૈશાલી લઇ જવાશે. વૈશાલી જિલ્લામાં આવેલા તેમના વતન શાહપુરથી 15 કિ.મી.ના અંતરે ગંગા કિનારે હસનપુર ઘાટ ખાતે પુરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થશે.
આ પહેલાં ગઇકાલે રાતે તેમના પાર્થિવ દેહને દિલ્હીથી પટણાના વિધાનસભા સંકુલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં મુખ્યપ્રધાન નીતીશકુમાર, વિધાનસભા અધ્યક્ષ વિજયકુમાર ચૌધરી , નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર સહિત વિવિધ રાજકીય પક્ષના નેતા અને કાર્યકરોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગઇકાલે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં રઘુવંશબાબુનું અવસાન થયું હતું. રઘુવંશ બાબુના અવસાનના અહેવાલ મળતાં રાજકીય જગતમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
