Skip to main content
Settings Settings for Dark

સેવા સપ્તાહની ઉજવણીનો ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નોઇડાથી કરાવ્યો આરંભ

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે આ સપ્તાહને સેવા સપ્તાહના રૂપમાં મનાવવા જઇ રહી છે. ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે નોઇડા ખાતે સેવા સપ્તાહનો ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તા આ સપ્તાહમાં સેવા કાર્યો કરશે.

    આજથી 20મી સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ મનાવવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીનો 70મો જન્મદિવસ છે. આ સપ્તાહ દરમિયાન ભાજપના કાર્યકરો રક્તદાન, પ્લાઝ્મા ડોનેશન દિવ્યાંગ સાધન સામગ્રી વિતરણ ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન વૃક્ષા રોપણ, ફળ વિતરણ સહિતના સેવા કાર્યક્રમોનું આયોજન કરશે. ભાજપ વરચ્યુઅલ પ્લેટફોર્મ પર કોન્ફરન્સ યોજીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને કાર્યો પર ચર્ચા પણ યોજશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply