રાજસ્થાનના ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીનું નિધન
Live TV
-
આજે કરાશે અંતિમ સંસ્કાર,ઘણા દિવસોથી હત બીમાર
રાજસ્થાનના ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૌનીનું નિધન થયું છે. મદનલાલ સૈની દિલ્હીના એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હતા, ગઇકાલે સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
76 વર્ષના મદનલાલ સૈની ગત ઘણા દિવસોથી બિમાર હતાં. તેઓ રાજ્યસભાથી સાંસદ હતા, તેઓ 1952માં RSSમાં જોડાયા હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશમંત્રી રહ્યા હતા. 1975 સુધી વકિલાત કર્યા બાદ કટોકટી સમય દરમિયાન તેઓ જેલમાં પણ રહ્યા હતા.ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંક્યાનાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત નેતાઓએ તેમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ મદનલાલ સૈનીના નિધન ઉપર ટ્વીટર ઉપર લખ્યું કે, પ્રધાનમંત્રીએ મદનલાલ સૈનીના નિધન ઉપર ટ્વીટર ઉપર લખ્યું કે, મદનલાલ સૈનીનું નિધન ભાજપા પરિવાર માટે મોટુ નુકસાન છે. તેમણે રાજસ્થાનમાં પાર્ટીને મજબૂત કરવા સહયોગ આપ્યો હતો. તેમના સરળ સ્વભાવ અને સેવા માટે લોકોમાં તેમનું ઘણું સન્માન હતું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી
