સંસદમાં પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આપશે જવાબ
Live TV
-
સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા
સંસદમાં સોમવારે બંને ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ ઉપર ચર્ચા શરૂ થઈ હતી. લોકસભામાં કેન્દ્રીય મંત્રી પ્રતાપચંદ્ર ષડંગીએ જ્યારે રાજ્યસભામાં જે.પી.નડ્ડાએ ધન્યવાદ પ્રસ્તાવ રાખી મોદી સરકારની ઉપલબ્ધીનો ઉલ્લેખ કર્યો હતો. ષડંગીએ લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગત પાંચ વર્ષના સમયગાળામાં કરેલા કામકાજની સફળતાને સ્વીકારીને તેમને અભિનંદન આપવા જોઈએ અને કોંગ્રેસે જનતા દ્વારા નકારવા ઉપર આત્મ નિરિક્ષણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, યુપીએ સમયમાં ગોટાળા ખૂબ થયા હતા. ષડંગીએ કટોકટીનો ઉલ્લેખ કરી કોંગ્રેસ ઉપર સંવિધાનત્વ અપમાન કરવા અને લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિના ભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપશે
