રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે
Live TV
-
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત ગુજરાતને રૂ. 3950 કરોડના લાભ અને સહાય
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ બેય પેકેજની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, કોરોના વાયરસની સ્થિતીમાં કોઇ પણ પ્રજાજનોને જીવનનિર્વાહમાં, આર્થિક આધાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ભારત સરકારે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલું છે તેમાં ગુજરાતને અંદાજે રૂ. 3950 કરોડના સહાય-લાભ મળી રહ્યા છે. તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજ્યના નાગરિકો-પ્રજાજનોની આ વિકટ સ્થિતીમાં સહાયરૂપ થવાની સંવેદના સાથે રૂ. 2259 કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરીને તેના લાભ-સહાય પણ આપવાના શરૂ કરી દીધા છે.
જાહેર વિતરણ યોજના હેઠળ દર મહિને વ્યક્તિદીઠ વધારાનું 5 કિલો અનાજ અને પરિવાર દીઠ એક કિલો કઠોળ ત્રણ મહિના માટે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. રાશન કાર્ડ ધારકને આપવામાં આવતું દર મહિનાના કોટા ઉપરાંતનું આ અનાજ રહેશે. જે અંતર્ગત ગુજરાતના 68 લાખ કાર્ડ ધારકોને લાભ મળશે. જે માટે આશરે રૂ. 1,182 કરોડના ખર્ચનો અંદાજ છે.
- વૃદ્ધ, ગંગા સ્વરૂપા માતા-બહેનો અને દિવ્યાંગ લાભાર્થીઓને બે તબક્કામાં રૂ. 1000/- ની રકમ આગામી ત્રણ મહિનામાં એક્સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેતા 5.80 લાખ વૃદ્ધ લાભાર્થીઓ, 10,700 દિવ્યાંગ લાભાર્થીઓ અને 97,437 ગંગા સ્વરૂપ બહેનો લાભાર્થીઓને લાભ મળશે. આ અન્વયે કુલ રૂ. 78.44 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે.
- ઉજ્જવલા યોજના હેઠળની લાભાર્થી મહિલાઓને આવતા ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાતના 28 લાખ મહિલા ઉજ્જવલા યોજના લાભાર્થીઓને કુલ રૂ. 630 કરોડના ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અપાવાના છે.
- જે સંસ્થાનું મહેકમ 100 કર્મચારીઓ કરતાં ઓછું છે અને તેમાંથી 90% ની આવક 15000 કરતાં ઓછી છે તેમના માટે એમ્પ્લોયર અને કર્મચારી બંનેનો ઇપીએફ ફાળો ચૂકવશે (12%+12%) એમ કુલ 24% ભારત સરકાર ચુકવશે.
- વૃદ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓને આગામી બે તબક્કામાં કુલ રૂ. 1000ની સહાય રૂ. 500-500ના હપ્તામાં મળવાની છે તે અન્વયે આશરે સાડા ત્રણ લાખ વૃદ્ધ નિ:સહાય અને 29657 દિવ્યાંગ લાભાર્થીઓને મળીને રૂ. 39.96 કરોડની સહાય મળશે.
- કોરોના વાયરસની પરિસ્થિતને નિયંત્રણમાં લાવવા માટે કાર્યરત પોલીસ, મહેસુલ અને અન્ન-નાગરીક પુરવઠા વિભાગના કર્મચારીઓ, કોરોના વાયરસ સંદર્ભની કામગીરી સાથે સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ, સફાઈ કર્મચારી, ફાયર સર્વીસના કર્મચારીઓને રૂા. 25 લાખ એકસ-ગ્રેશીયા સહાય રાજ્ય સરકારે જાહરે કરી છે.
