Skip to main content
Settings Settings for Dark

રેલવેનો માનવીય અભિગમ : ઓટિઝમથી પિડાતા બાળક માટે રાજસ્થાનથી મુંબઈ પહોંચાડ્યુ ઉંટડીનું દૂધ

Live TV

X
  • બાળકની માતાએ ટ્વીટર પર ટ્વીટ કરી માંગી હતી મદદ, રેલવેએ પાર્સલ ટ્રેનને એ સ્ટેશને થોભાવી જ્યાં તેનું સ્ટોપેજ નહોતુ..

    લોકડાઉન દરમિયાન રેલ્વે તેની પાર્સલ ટ્રેન સેવા દ્વારા સામાન્ય રીતે લોકોની દૈનિક જરૂરિયાતોનો વિષય વિવિધ રાજ્યો અને શહેરોમાં સતત પહોંચાડે છે. તે જ ક્રમમાં, શનિવારે, રેલ્વેને માતાની હૃદયસ્પર્શી વિનંતી મળી, જે રેલવેની તત્પરતા જોઈને કોઈ પણ માનવીનો આત્મવિશ્વાસ વધારશે.શનિવારે મુંબઈની એક મહિલા નેહાકુમારીએ પોતાના સાડા ત્રણ વર્ષના બાળક માટે ઉંટડીનું દૂધ કે તેના દૂધનો પાડવરની માંગ ટ્વીટ કરીને મદદ માંગતા લખી હતી..કારણ કે તેના બાળકને બકરી, ગાય અને ભેંસના દૂધથી એલર્જી છે..બાળક ઓટિઝમ જેવી ગંભીર બીમારીથી પિડીત છે અને માત્ર ઉંટડીના દૂધ અને અમુક દાળના સહારે જીવે છે..લોકડાઉનના કારણે ઉંટડીના દૂધ માટે મુશ્કેલી થઈ રહી હતી.આખરે રાજસ્થાનથી 20 લિટર દૂધનો પાવડર મુંબઈ મોકલવામાં આવ્યો..આ માટે કાર્ગો ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો..ટ્રેન લુધિયાણાથી બાંદ્રા જઈ રહી હતી.દૂધ મોકલવા માટે તેનું સ્પેશિયલ સ્ટોપેજ ફલના સ્ટેશન હતુ..જ્યાંથી આ જથ્થો રવાના
    કરાયો હતો.

    જ્યારે આ મહિલાએ ટ્વીટ કર્યુ ત્યારે તરત જ ઉત્તર પશ્ચિમ રેલ્વેએ આની નોંધ લીધી હતી. માહિતી મળતાં જ રેલ્વેને ખબર પડી કે ઉંટડીનું દૂધ અજમેરથી મળી શકે છે. આવી સ્થિતિમાં, ઉત્તર પશ્ચિમ રેલ્વેએ તેના ઝોનમાં આવતા અજમેરના વિક્રેતા સાથે વાત કરી. વિક્રેતાએ તેને અજમેરથી 235 કિમી દૂર રાજસ્થાનના ફાલના સ્ટેશન પર લાવવાની વ્યવસ્થા કરી. ફાલના સ્ટેશન રાજસ્થાનના પાલી શહેરમાં છે.સાંજે 5 વાગહ્યે પાર્સલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ પહોચી અને સાંજે 7 કલાકે ફ્રોજન કેમલ મિલ્ક અને પાવડર મહિલાના ઘરે ડિલીવરી કરાવી દીધો..

    રાજસ્થાનના રહેવાસી અને ભુવનેશ્વરમાં કામ કરતા આઈપીએસ અધિકારી અરૂણ બોથરાએ પહેલા નેહા કુમારીને તેમના ટ્વિટ પર ખાતરી આપી હતી કે તેના માટે શું કરવાની જરૂર છે તે ધ્યાનમાં લીધા પછી અમે તમને બધી શક્ય રીતે મદદ કરીશું. આ પછી, અરુણ બોથરાએ ઉત્તર પશ્ચિમ રેલ્વેના સીપીટીએમ તરુણ જૈનનો સંપર્ક કર્યો.

    શું છે ઓટિઝમની બીમારી?
    ઓટિઝમ એ બાળકોના વિકાસ સાથે સંકળાયેલી ગંભીર સમસ્યા છે જે તેમની સાથે વાત કરવાની અને અન્ય લોકો સાથે જોડાવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. ઓટિઝમ ચેતાતંત્રને અસર કરે છે અને અસરગ્રસ્ત વ્યક્તિની બુદ્ધિ, ભાવનાત્મક,સામાજિક અને શારીરિક સ્વાસ્થ્ય પર તેની વ્યાપક અસર કરે છે. આમાં, બાળક પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે અને નવી વસ્તુ શીખવામાં મુશ્કેલી આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply