રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત, લોકસભામાં રાફેલ મુદ્દે વિપક્ષનો હોબાળો
Live TV
-
લોકસભા અને રાજ્યસભામાં બુધવારે પણ વિપક્ષોનો હંગામો જોવા મળ્યો હતો. હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભા પહેલા બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભામાં રાફેલ મુદ્દે વિપક્ષોના હંગામાના કારણે બપોરના 3.30 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે. જ્યારે રાજ્યસભામાં ત્રિપલ તલાક મુદ્દે હંગામા થયો હતો. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ સિવાય એ.આઈ.ડી.એમ.કે. અને ટીડીપીના સાંસદોએ પણ હંગામો કર્યો હતો. ટીડીપીના સાંસદો, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે હંગામો કરી રહ્યા છે. આ પહેલાં લોકસભામાં સ્પીકર સુમિત્રા મહાજને સાંસદોને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.
