Skip to main content
Settings Settings for Dark

રાફેલ ડીલઃ સુપ્રિમ કોર્ટે કેન્દ્રની શરૂઆતી દલીલોને રદ્દ કરી 

Live TV

X
  • જો કે તેની તારીખ હવે પછી નક્કી થશે. ઉલ્લેખનીય છે કે રાફેલ સોદા અંગે કેન્દ્ર સરકાર  હમેશા કોંગ્રેસના નિશાના પર રહી છે. તેમાં પણ સંરક્ષણ મંત્રાલયમાંથી રાફેલ સોદા સંબંધિત દસ્તાવેજો ચોરાઈ ગયા બાદ કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટમાં તપાસની માગ કરી હતી. 

    સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે. રાફેલ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલોને રદ કરી દીધી હતી. એ સાથે જ સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલયમાંથી લીક થયેલા દસ્તાવેજો અંગેની સુનાવણી કરવાની અરજીને મંજૂરી આપતાં આ પુનરવિચાર યાચિકા પર સુનાવણીનો માર્ગ મોકળો થયો છે. 

    જેના પર કેન્દ્ર સરકારે સ્ટેની માગણી કરી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ માગણીને રદ કરીને રાફેલ મામલે કોંગ્રેસની અરજીને ગ્રાહ્ય રાખીને ફરીવાર સોદાની સમીક્ષા કરવાનો નિર્દેશ આપી દીધો છે. 

    કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણજિત સૂરજેવાલાએ પોતાની પ્રતિક્રિયા ટ્વીટ દ્વારા આપી હતી. જેમાં તેમણે શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે હવે રાફેલ અંગેની એક પછી એક હકીકતો બહાર આવશે. ચાહે સરકાર ઈચ્છે કે ન ઈચ્છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું, નરેન્દ્ર મોદીજી તમે ગમે તેટલા ભાગશો પરંતુ આજે નહીં તો કાલે સત્ય સામે આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply