રાફેલ મામલે કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કરાયો
Live TV
-
બજેટ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભા અને લોકસભામાં CAGનો રિપોર્ટ રજૂ કરાયો - રિપોર્ટ અનુસાર UPA સરકારની તુલનામાં NDAના શાસનકાળમાં 2.86 ટકા સસ્તી થઇ હતી રાફેલ ડીલ.
સંસદના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ જ નહી પણ 16મી લોકસભાનું આ છેલ્લું સત્ર છે અને આજે છેલ્લા દિવસે બંને સભાગૃહોમાં રાફેલ ડીલ સાથે જોડાયેલ CAGનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર UPA સરકારની તુલનામાં NGAના શાસનકાળમાં 2.86 ટકા સસ્તી ડીલ ફાઇનલ કરવામાં આવી છે.
CAG રિપોર્ટ અનુસાર 126 વિમાનોની તુલનામાં ભારતે 36 રાફેલ કોન્ટ્રાક્ટમાં 17.08 ટકા નાણાં બચાવ્યા છે. તો બીજી તરફ લોકસભામાં પણ સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસના સભ્યના હોબાળાને કારણે લોકસભાની બેઠક આજે શરૂ થયાના થોડીક જ મિનિટોમાં બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
