J&Kના બડગામમાં સેનાનું સર્ચ ઑપરેશન, બે આતંકી ઠાર મરાયાં
Live TV
-
જમ્મૂ-કાશ્મીરના બડગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકી ઠાર મરાયા હતા. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે.
આજે વહેલી સવારે ગુપ્ત માહિતીના આધારે સેનાએ આતંક વાદીઓને ઘેરી લીધા હતા. અને આતંકીઓની શોઘખોળ શરૂ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ પોતાને ઘેરાયેલા હોવાનુ જાણી સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ વિસ્તારમાં તણાવ ના ફેલાય તે માટે સતર્કતાના ભાગરૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
