રાફેલ સોદા પર રક્ષામંત્રીએ આપ્યો જવાબ, પહેલું વિમાન આવશે સપ્ટેમ્બરમાં
Live TV
-
સંસદના શિયાળુ સત્રનો આજે 15મો દિવસ છે. લોકસભામાં આજે પણ રાફેલ સોદા પર ચર્ચા થઈ હતી અને વિપક્ષે હોબાળો કર્યો હતો. આ મામલે રક્ષામંત્રી નિર્મલા સીતારમણે વળતો જવાબ આપ્યો હતો.
રાફેલ મામલે લોકસભામાં સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામણે નિવેદન આપતાં કહ્યું કે, 'UPA ઈચ્છતું નહોતું કે રક્ષા સોદો થાય, જો UPA વાળી ડીલ થઈ હોત તો વિમાનને આવવામાં 11 વર્ષનો સમય લાગી ગયો હોત. અમારી સરકારે માત્ર 14 મહિનામાં જ સોદાની પ્રક્રિયા પૂરી કરી અને રાફેલની ડિલિવરી નક્કી સમય કરતાં 5 મહિના પહેલા થઈ રહી છે'
તેમણે એવું પણ કહ્યું હતું કે, રાફેલનું પહેલું વિમાન આ વર્ષના સપ્ટેમ્બરમાં ભારત આવશે.
