Skip to main content
Settings Settings for Dark

PM મોદી આસામ-મણિપુરના પ્રવાસે, મણીપુરમાં વિવિધ યોજનાઓનો કર્યો શિલાન્યાસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તર ભારતના પ્રવાસે ગયા છે. તેમણે મણિપુરની રાજધાનીમાં અનેક વિકાસ યોજનાઓનું ખાતમૂહુર્ત કર્યું હતું તો અનેક યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.

    પ્રધાનમંત્રીએ દોલતારી બેરાજ પ્રોજેક્ટ, FCI ખાદ્ય ભંડારની સાથે ઇન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ મોરે, જે મ્યાનમાર સરહદ ઉપર બન્યો છે, તેનું પણ લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે આ યોજનાથી ભવિષ્યમાં ભારતથી થાઇલેન્ડ સુધી બનનાર એશિયન સડક AH 1 દ્વારા વ્યાપાર, માલ અને પ્રવાસનું આવાગમન સુગમ બનશે. ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનો પ્રારંભ થતાં ભારતથી એશિયન દેશોનો માર્ગ ખુલી જશે.

    અહીથી પેસેન્જર ટર્મિન્સની સાથે કાર્ગો હેન્ડલિંગ કેપેસીટી અને કાર્ગો ટર્મિનસની ક્ષમતા વધી જશે. તેની દરરોજની 100 ટ્રક જેટલી હેન્ડલિંગ કેપેસીટી છે. અહીં ગોડાઉન અને કોલ્ડસ્ટોરેજ પણ તૈયાર કરાયા છે. જેનાથી ભારત - મ્યાનમારનો લોજીસ્ટિક્સ વિકાસ થશે. અહીંયા વર્ષભર એક લાખની ક્ષમતાવાળુ પેસેન્જર્સ ટર્મિનસ પણ બનાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply