Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ આરોગ્યકર્મીઓની સુરક્ષા માટેના અધ્યાદેશ પર કર્યા હસ્તાક્ષર

Live TV

X
  • કેબિનેટે કડક કાર્યવાહીના અધ્યાદેશ લાવવનો કર્યો હતો નિર્ણય, હુમલો કરનાર સામે કેદથી લઈ આર્થીક દંડ સુધીનું કરાયું પ્રાવધાન.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોવિડ-19 મહામારી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ ની સુરક્ષા અને તેમની સમ્પતીની રક્ષા કરવા તૈયાર કરાયેલા અધ્યાદેશ ઉપર સહી કરતા તે કાયદો બની લાગુ થયો છે. અગાઉ કેન્દ્રીય મંત્રીમંડળે કોવિડ-19ની ઉભી થયેલી સ્થિતિમાં મહામારી આપદા અધિનિયમ 1897માં સુધારો કરવા અધ્યાદેશ લાવવા મંજુરી આપી હતી. હવે આરોગ્ય કર્મચારીઓ ઉપર હુમલો થશે તો તે બીનજામીનપાત્ર ગુનો ગણાશે, તે કેસ ની તપાસ 30 દિવસમાં થશે અને ચુકાદો એક વર્ષમાં આવશે. આ અધ્યાદેશમાં આરોગ્ય કર્મચારીઓને ઇજા પહોચાડવી, નુકશાન પહોચાડવું અથવા તેમની સંપત્તીને નુકશાન પહોચાડવા બદલ નુકશાન ભરપાઇ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ કોવિડ-19 થી અસરગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કરે છે જેથી તેમની ઉપરના હુમલા અને નુકશાન સહન કરાશે નહી. મંત્રીમંડળની બેઠકમાં કોરોના સામે લડી રહેલા આરોગ્ય યોધ્ધાઓ માટે 50 લાખના વીમાની જોગવાઇ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply