Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદીને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું

Live TV

X
  • NDAની બેઠકમાં નરેન્દ્ર મોદીની PM પદના ઉમેદવાર તરીકે પસંદગી

    શનિવારે દિલ્હીમાં સસંદ હોલમાં એનડીએની બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદગી કરાયા હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી મોદીને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ હતું. જેને લઈને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં અને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ તેમને પ્રધાનમંત્રી તરીકે આમંત્રણ આપતા તેમની નવી સરકારની રચના કરવાનું કહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત માટે વિશ્વમાં ઘણી તકો છે. સરકાર જે તે પુરો ઉપયોગ કરશે અને તેના માટે કામ કરશે તેમજ એક પળ માટે પણ આરામ નહીં કરે.
    ઉલ્લેખનીય છે કે ભાજપ અને એનડીએના સંસદીય દળે શનિવારે સાંજે નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. શિરોમણિ અકાલી દલના વડા પ્રકાશસિંહ બાદલે નરેન્દ્ર મોદીને એનડીએના નેતા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એનડીએના તમામ પક્ષોએ તેનું સમર્થન કર્યું હતું. બાદમાં વડાપ્રધાને મોડી સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સાંસદોનું સમર્થન પત્ર સોંપ્યું હતું અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ માટેની તારીખ અને સમય બતાવવા જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply