30મી મે એ જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના CM પદે શપથ લેશે
Live TV
-
રાજ્યપાલ ઈ.એસ.એલ.નરસિમ્હન એ સરકાર રચવા આમંત્રણ આપ્યું
આંધ્રપ્રદેશના રાજ્યપાલ ઈ.એસ.એલ.નરસિમ્હનએ વાયએસઆર કોંગ્રેસના અઘ્યક્ષ વાય.એસ.જગનમોહન રેડ્ડીને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ છે. જગનમોહન રેડ્ડીએ પક્ષના નેતાઓ સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જગન મોહન રેડ્ડીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવા માટે 30 મેના રોજ વિજયવાડામાં શપથગ્રહણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ પહેલાં વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્યોએ સર્વસંમતિથી જગનમોહન રેડ્ડીને પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા હતા.
