CWCની બેઠકમાં રાહુલ ગાંધીની રાજીનામાની વાતનો અસ્વીકાર
Live TV
-
કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ નેતાઓએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પર વિચાર-વિમર્શ કર્યું.
શનિવારે નવી દિલ્હીમાં કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠક મળી હતી. જેમાં પક્ષના પ્રમુખ નેતાઓ લોકસભા ચૂંટણીમાં પક્ષની કારમી હાર અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. જો કે નોંધનીય છે કે, બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષની હાર સ્વીકારી અધ્યક્ષ સ્થાનેથી રાજીનામુ આપવાની વાત કરી હતી. પણ બેઠકમાં રાજીનામા અંગેના પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. બેઠક બાદ કોંગ્રેસ પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ યોજી બેઠકમાં થયેલી ચર્ચા અને પ્રસ્તાવનું વિવરણ આપ્યું હતું. જેમાં નવનિયુક્ત સરકાર સામે પેટ્રોલ ડિઝલના ભાવ, મોંધવારી, બેંકની એનપીએ જેવા મુદ્દે સરકારને ધેરવા અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે કાર્યસમિતિએ નમ્રતા પૂર્વક લોકસભામાં મળેલી હારનો જનાદેશ સ્વીકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પાર્ટીમાં મુખ્ય હરોળના નેતાઓના રાજીનામાનો સિલસિલો ચાલુ થયો હતો. જેમાં ઉત્તરપ્રદેશના કોંગ્રેસ પ્રભારી રાજ બબ્બર, અમેઠી જિલ્લા કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ તેમજ બીજા નેતાઓએ પોતાના રાજીનામાં ધર્યા હતા.
