Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપવા આહ્વાન કર્યું.

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપવા આહ્વાન કર્યું છે. દિલ્હીમાં ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી IGNOUના 36મા દીક્ષાંત સમારોહમાં બોલતા, તેમણે કહ્યું કે વિજ્ઞાનનું વિશ્વસ્તરીય જ્ઞાન ભારતીય ભાષાઓમાં પણ શીખી શકાય છે.

    રાષ્ટ્રપતિએ શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓ દ્વારા કરાયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. ડિગ્રી, પ્રમાણપત્રો મેળવનારા વિદ્યાર્થીઓમાં 55 ટકા મહિલાઓ હતી. લગભગ 2,79,918 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી, પ્રમાણપત્રો અને ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી નીતિનો હેતુ ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવવાનો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે IGNOU એ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. યુનિવર્સિટીએ દૂર-સુદૂરના વિસ્તારો, ગ્રામીણ વિસ્તારો અને આર્થિક રીતે નબળા જૂથોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply