G-20 એમ્પાવરની બીજી બેઠક આજથી 6 એપ્રિલ સુધી કેરળના તિરૂવનંતપુરમમાં યોજાશે
Live TV
-
G-20 એમ્પાવરની બીજી બેઠક આજથી 6 એપ્રિલ સુધી કેરળના તિરૂવનંતપુરમમાં યોજાશે. કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા,, બેઠકમાં સામેલ થશે. આ બેઠકનો વિષય મહિલા સશક્તિકરણ, સમાનતા અને અર્થવ્યવસ્થા માટે એક લાભપ્રદ સ્થિતિ છે. બેઠકની શરૂઆત મહિલા સશક્તિકરણ દ્વારા આર્થિક સમૃધ્ધી, બ્રિસબેન લક્ષ્યો તરફ વિષય પર પૂર્ણસત્ર સાથે થશે. ત્યારબાદ વિસ્તારપૂર્વક ચર્ચાઓ હાથ ધરાશે. આ વિચાર વિમર્શના પહેલુઓમાં માર્ગદર્શન અને સમતા નિર્માણ દ્વારા મહિલા ઉદ્યમ-શિલતાને આગળ વધારવું બજાર સુધી પહોંચ અને નાણાકીય બાબતો કારોબારને આગળ ધપાવવામાં મહિલાની ભાગીદારી નિશ્ચીત બનાવવા સહિતના મુદાઓની ચર્ચા થવાની સંભાવના છે.
