G-20ની અધ્યક્ષતા હેઠળ IIT કાનપુરમાં આજથી યુથ-20 વિચાર વિમર્શ સત્રનું આયોજન
Live TV
-
સંમેલનમાં દેશ-વિદેશના 1,200 જેટલા યુવા પ્રતિનિધિઓ લઈ રહ્યા છે ભાગ
ભારતના અધ્યક્ષપદે હાલમાં G20ની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર આઇઆઇટી ખાતે આજથી યુવા20 પરામર્શ બેઠક મળશે. બે દિવસીય બેઠકમાં ભારત અને વિદેશના બારસોથી વધુ યુવાન પ્રતિનિધી ભાગ લઇ રહ્યા છે. બેઠકમાં ફ્યુચર ઓફ ટેકનોલજી સહિતના વિષયે પેનલ ચર્ચાઓ યોજાશે. પ્રતિનિધીઓ તે ઉપરાંત ભાવિ નીતિઓને આકાર આપવાને મુદ્દે પણ ચર્ચા કરશે. પેનલ ચર્ચા ઉપરાંત 50થી વધુ સ્ટોલ ધરાવતા પ્રદર્શનનું પણ આયોજન થશે. તેમાં વિજ્ઞાન, નવીકરણ અને શિક્ષણ સહિતના સ્ટોલનો સમાવેશ થાય છે.
