Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ત્રણ આફ્રિકી દેશોના પ્રવાસે

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ત્રણ આફ્રિકી દેશો બેનિન, ગામ્બિયા અને ગીનીની યાત્રા માટે રવાના થશે. આ ત્રણેય પશ્ચિમી આફ્રિકન દેશોની મુલાકાત લેનારા રામનાથ કોવિંદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. સાત દિવસના આ પ્રવાસ કાર્યક્રમમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી પ્રતાપચંદ્ર સારંગી પણ રાષ્ટ્રપતિની સાથે રહેશે. રાષ્ટ્રપતિ બેનિનના ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. બુધવારે રાષ્ટ્રપતિ ગામ્બિયામાં રાષ્ટ્રીય એસેમ્બલીના વિશેષ સત્રને પણ સંબોધશે. પોતાની યાત્રાના અંતિમ ચરણમાં રાષ્ટ્રપતિ પહેલી ઓગસ્ટે ગિની પહોંચશે. બે ઓગસ્ટના રોજ તેઓ ગિનીના રાષ્ટ્પતિ સાથે પ્રતિનિધિમંડળ ની મંત્રણા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply