રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે દમણના પ્રવાસે
Live TV
-
વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
દમણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૭ ફેબુઆરીના રોજ દમણના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ સવારે 10 વાગે દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યારબાદ હોસ્પિટલનું ઊદઘાટન કરશે. રાષ્ટ્રપતિ ઘણા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાંજે ચાર કલાકે રાષ્ટ્રપતિ મોટી દમણ લાઈટ હાઉસ થી જંપોર સીફ્રંટ રોડનુ પણ લોકાપર્ણ કરશે. સાંજે ૭ વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાદરા નગર હવેલીમાં રિવર ફન્ટના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે અને સિલવાસાના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.
