વિદેશમંત્રી એસ.જયશંકરે ભારત અને યુરોપીય સંઘ વચ્ચે સહયોગ વધુ મજબુત કરવા પર મુક્યો ભાર
Live TV
-
સંરક્ષણ સંમેલન દરમિયાન કહ્યું કે, ભારત અને યુરોપીય સંઘ વચ્ચે સહયોગ વધુ સુદૃઢ બનાવી શકાશે.
વિદેશમંત્રી એસ.જયશંકરે ભારત અને યુરોપીય સંગઠન વચ્ચે વધુ સહયોગ ઉપર બળ આપ્યું છે. જર્મનીના મ્યુનીકમાં આયોજીત રક્ષા સંમેલનને સંબોધતા વિદેશમંત્રીએ કહ્યું કે, ભારત અને યુરોપીય સંઘ વચ્ચે સહયોગ વધારવાની ઘણી સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે, સંપર્ક, પ્રોદ્યોગીકી અને આંતરરાષ્ટ્રીય કાયદા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તમામ તકો છે. વિદેશમંત્રી સોમવારે યુરોપીય સંઘના વિદેશ બાબતોની એક પરિષદની બેઠકમાં ભાગ લેશે.
