રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોની સફળ યાત્રા પછી સ્વદેશ પરત ફર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશો સાયપ્રસ, બલ્ગેરિયા અને ચેક રિપબ્લિકનની ત્રણ દિવસની સફળ યાત્રા પછી સ્વદેશ પરત ફર્યા છે. યુરોપની ત્રણ દેશોની યાત્રામાં અંતિમ ચરણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ચાર્લ્સ વિશ્વવિદ્યાલયના છાત્રો અને ભારતીય વિદોને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય શોધ કેન્દ્રની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ ચેક નેતૃત્વને આગામી બે ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતિ ઉત્સવમાં ભાગ લેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું.
