રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કરશે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુને આજે દેશના સર્વોચ્ચ ખેલકૂદ પુરસ્કાર 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર'થી નવાજશે. કેન્દ્રિય ખેલ મંત્રાલયે પુરસ્કાર વિજેતાઓની યાદી સત્તાવાર રીતે સોંપી હતી. રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા કાર્યક્રમમાં ખેલકૂદ પુરસ્કાર એનાયત કરશે.
