Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે આપ્યા બે મહત્વના ચૂકાદા

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે બે મહત્વના ચૂકાદા આપ્યા હતા. એક જાહેર હિતની અરજીમાં માગણી કરવામાં આવી છે કે જે વ્યક્તિ સામે ચાર્જશીટ દાખલ થાય, તેના પર ચૂંટણી લડવા સામે પ્રતિબંધ લદાવા જોઈએ

    સુપ્રીમ કોર્ટે બે મહત્વના ચૂકાદા આપ્યા હતા. એક જાહેર હિતની અરજીમાં માગણી કરવામાં આવી છે કે જે વ્યક્તિ સામે ચાર્જશીટ દાખલ થાય, તેના પર ચૂંટણી લડવા સામે પ્રતિબંધ લદાવા જોઈએ. હાલમાં વ્યક્તિ દોષિત ઠરે તો જ તેના પર ચૂંટણી લડવા સામે પ્રતિબંધ લાદવાની જોગવાઈ છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતાં જણાવ્યું હતું કે ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે ચાર્જશીટ પૂરતી નથી. જો કે, ઉમેદવારે પોતાનો અપરાધિક રેકર્ડ જાહેર કરવો જોઈએ, તે મુદ્દે રાજકીય પક્ષોએ જાગૃતતા દાખવવી પડશે. સંસદ આ માટેના નિયમ ઘડી શકે છે. એક અન્ય અરજીમાં અરજદારે માગણી કરી હતી, કે સાંસદ, ધારાસભ્ય અને સુધરાઈ સભ્ય જેવા પદ ધરાવતી વ્યક્તિઓ પર, અદાલતમાં વકીલાત કરવા સામે પ્રતિબંધ લાદવામાં આવે. દલિલ થઈ છે કે લાભનું પદ સંભાળવાની સાથે વકીલાત કરવી ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં પણ ચૂકાદો આપશે. સુપ્રીમ કોર્ટે આ અરજી પણ ફગાવી દીધી હતી અને ચૂકાદો આપ્યો હતો, કે સાંસદ કે વિધાનસભ્ય વકીલાત કરી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply