રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજંયતિ
Live TV
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજંયતિ છે. ભારતની આઝાદી માટે આપેલા તેમના અમુલ્ય યોગદાન માટે સમગ્ર દેશ બાપુને યાદ કરી રહ્યો છે. બાપુને તેમના આદર્શો અને અંહિસાના મુલ્યોના કારણે વિશ્વમાં એક મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. તેના ઉચ્ચ આદર્શોના કારણે સમગ્ર વિશ્વ 2જી ઓક્ટોબરને ગાંધીજંયતિ તરીકે મનાવે છે. ગુજરાતના પોરબંદરમાં 2જી ઓક્ટોબરે જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ સત્ય અને અહિંસાને એવું અચૂક હથિયાર બનાવ્યું કે જેની સામે શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યએ પણ ઘૂંટણીયે પડવું પડ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતિ નિમિતે આજથી દુનિયાભરમાં ઘણાં બધા કાર્યક્રમ શરૂ થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને ભારત યાત્રા પર આવેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એનટેનિયો ગુટરેજ આંતરરાષ્ટ્રિય સ્વચ્છતા સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ગાંધી જંયતિ નિમિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધી જંયતીની સાથે દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદૂર શાસ્ત્રીની પણ જન્મ જંયતિ ઉજવી રહ્યો છે. શાસ્ત્રીજીનો જન્મ 2 ઓક્ટોબરે 1904માં ઉતરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો. આઝાદીની લડતમાં અમુલ્ય યોગદાન માટે દેશ ગૌરવભેર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે.
