ILFS અને સહયોગી કંપનીના બોર્ડને સુપરસીટ કરવા અરજી
Live TV
-
કેન્દ્ર સરકારે જનહિતમાં આઈ.એલ.એફ.એસ અને તેની સહયોગી કંપનીના બોર્ડને સુપરસીટ કરવા માટે અરજી આપી છે. કર્જદારના હિતને ધ્યાનમાં રાખતા અને કર્જદારના ભરોસાને કાયમ રાખવા માટે સરકારે આ કંપની પર થયેલી ફરિયાદ બાદ તપાસના આદેશ આપ્યા છે. સરકારે જણાવ્યું છે કે નાણાકિય કટોકટી સામે ઝઝુમી રહેલી કંપનીને બચાવવા માટે જે ઉપાય સામે આવ્યા તેમાં મેનેજમેન્ટ સ્તરે પરિવર્તનની વાત સામે આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે આઇ.એલ.એફ.એસ અને તેની સહયોગી કંપનીના મામલે પણ ગંભીર ફરિયાદ સામે આવી છે. જેના માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે
