રાષ્ટ્રીય સંકટ પ્રવર્ધન સમિતિએ પૂરની સ્થિતિ અંગે કરી સમીક્ષા
Live TV
-
રાષ્ટ્રીય સંકટ પ્રવર્ધન સમિતિએ ગઈકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક , કેરળ અને ગુજરાતની પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ પી. કે. સિંહાની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિની બેઠકમાં વર્તમાન સ્થિતિ, બચાવ અને રાહત કાર્યોનું નિરિક્ષણ કર્યું હતું.
રાષ્ટ્રીય સંકટ પ્રવર્ધન સમિતિએ ગઈકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક , કેરળ અને ગુજરાતની પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ પી. કે. સિંહાની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિની બેઠકમાં વર્તમાન સ્થિતિ, બચાવ અને રાહત કાર્યોનું નિરિક્ષણ કર્યું હતું. આ બેઠકમાં ગૃહ, રક્ષા અને જળ સંશાધન મંત્રાલયના ઉચ્ચ અધિકારી સહિત એનડીઆરએફના પણ અધિકારી જોડાયા હતાં. તેમણે પૂરના સંકટને પહોંચી વળવા તમામ રાજ્યોને પૂરતી મદદ પહોંચાડવાના સકેત પણ આપ્યા હતા. અત્યાર સુધીમાં રાષ્ટ્રીય આપદા દળ ની 55 ટીમ તૈનાત છે. અને બીજી 19 ટીમ પણ પહોંચે તેવી આશા સેવાઈ રહી છે. સેનાની 16 કોલમ, સેનાના 30 બચાવ દળ અને હેલિકોપ્ટર, વિમાન, હોડીની સાથે રાહત અને બચાવકાર્યોમાં જોડાયેલા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સૌથી વધુ હોડીને મૂકવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને તટિય કર્ણાટકમાં બે દિવસમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. કોલ્હાપુર, સાંગલી, સતારા જેવા આસાપાસના વિસ્તારોમાં ભારે વરસાદ હોવાના કારણે પુર આવ્યુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસએ પુરની પરિસ્થિતિનું નીરિક્ષણ કર્યું હતું. કોલ્હાપુરમાં બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યને સંભવિત મદદનું આશ્વાસન આપવા જણાવ્યું હતું
