રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું
Live TV
-
આ પ્રસંગે રાહુલની બહેન પ્રિયંકા ગાંધી પણ તેની સાથે હાજર રહ્યા હતા. થોડાં દિવસો પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠી સિવાય વાયનાડથી પણ ચૂંટણી લડશે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે રાહુલની બહેન પ્રિયંકા ગાંધી પણ તેની સાથે હાજર રહ્યા હતા. થોડાં દિવસો પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠી સિવાય વાયનાડથી પણ ચૂંટણી લડશે. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની બહાર ચૂંટણી લડશે તેવું પ્રથમ વખત બનશે. રાહુલ ગાંધી આજે નાગપુરમાં એક જનસભાને સંબોધિત પણ કરશે
