Skip to main content
Settings Settings for Dark

સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે ઈલેક્શન કમિશનની મોટી કાર્યવાહી

Live TV

X
  • આગામી લોકસભા ચૂંટણીને સ્વતંત્ર અને નિષ્પક્ષ બનાવવાના ઉદ્દેશથી ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતા આશરે 1582 કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદે દારૂ, સોનું અને રોકડ જપ્ત કરી છે.

    આગામી લોકસભા ચૂંટણીને સ્વતંત્ર અને નિષ્પક્ષ બનાવવાના ઉદ્દેશથી ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતા આશરે 1582 કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદે દારૂ, સોનું અને રોકડ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, આ દરમિયાન 377 કરોડ રૂપિયા રોકડા, 705 કરોડ રૂપિયાના નશાકારક પદાર્થો78 લાખ લીટર દારૂ અને 312 કરોડ રૂપિયાના સોના સહિત ઘણી કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તમિલનાડુમાંથી સૌથી વધુ 128 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યો તો 19 લાખ લીટર દારૂ મહારાષ્ટ્રમાંથી પકડવામાં આવ્યો છે. ચૂંટણી પંચે પંજાબમાંથી 116 કરોડ રૂપિયાથી વધુની નશાકારક દવાઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, સૌથી વધુ કિંમતનું સોનું તથા અન્ય કિંમતી વસ્તુઓ તમિલનાડુમાંથી જપ્ત કરવામાં આવી છે. 2014માં 16મી લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે 299.94 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply