Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન પર ભાજપની મહિલા સાંસદોએ કરી માફીની માંગણી 

Live TV

X
  • આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના દુષ્કર્મ મામલે આપેલા નિવેદન ઉપર ભાજપના સાંસદોએ બંને સદનોમાં હોબાળો મચાવ્યો હતો. રાજ્યસભામાં ભાજપના સાંસદ સોનલ માનસિંહે આ મુદ્દો ઉઠાવતાં રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી.

    ભાજપના અન્ય સભ્યો તથા JDU અને ઓલ ઈન્ડિયા અન્ના DMKના સાંસદોએ પણ તેમનું સમર્થન કર્યું હતું. સભાપતિ એમ. વૈંકેયા નાયડુએ વારંવાર સદનમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી. કોંગ્રેસના સભ્યો પણ જવાબમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. 

    લોકસભામાં સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે આ મુદ્દો ઉઠાવતાં રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી. ત્યારબાદ ભાજપના સભ્યો સદનની વચ્ચે આવી ગયા હતા. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી અને ત્યારબાદ અનિશ્ચિત મુદ્દત માટે લોકસભાની કાર્યવાહી સ્થગતિ કરવામાં આવી હતી. 

    જ્યારે રાજ્યસભાની કાર્યવાહી પહેલીવખત 12 વાગ્યા સુધી અને ત્યાર બાદ 1.00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ઝારખંડમાં તાજેતરમાં એક જન સભાને સંબોધતાં દુષ્કર્મ મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply