લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ચક્રવાતી તૂફાન "મહા"
Live TV
-
ચક્રવાતી વાવાઝોડુ "મહા" આગામી 36 કલાકમાં લક્ષદ્વીપ તટ પર ત્રાટકશે તેવી સંભાવના છે
ગંભીર ચક્રવાતી તોફાન મહા આવતા 36 કલાકમાં લક્ષદ્વીપ તટ પર ત્રાટકાશે અને પછી પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વળી જાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે.
ચક્રવાતી તૂફાન "મહા" લક્ષદ્વીપ અને નજીકના દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને માલદિવ્સ વિસ્તાર તરફ ઉત્તર પશ્ચિમ દિશામાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું હતું. આગામી 18 કલાક દરમિયાન વાવાઝોડુ તીવ્ર બને તેવી સંભાવના છે.
