લગ્નતેર સંબંધો માટે દંડની જોગવાઈ કરતી કલમ-497ને ગેરબંધારણીય: સુપ્રીમ કોર્ટ
Live TV
-
ચુકાદો સંભળાવતા કહ્યું કે, અમે લગ્ન સંબંધોની વિરુદ્ધ્ દંડ સંહિતાની ધારા 497 અને સીઆરપીસીની ધારા-198ને ગેરબંધારણીય જાહેર કરીએ છીએ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના અધ્યક્ષતા વાળી 5 જજોની સંવિધાન પીઠે લગ્નતેર સંબંધો માટે દંડની જોગવાઈ કરતી કલમ-497ને ગેરબંધારણીય જાહેર કરી દીધી છે.ન્યાયમૂર્તિ મિશ્રા, ન્યાયમૂર્તિ ખાનવિલકર, ન્યાયમૂર્તિ નરિમાન, ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ ઈન્દુ મલહોત્રાની બેન્ચે કહ્યું કે, લગ્નેતર સંબંધોના મામલે ભારતમાં દંડસંહિતાની ધારા-497 ગેરબંધારણીય છે.ન્યાયમૂર્તિ મિશ્રાએ પોતાનો અને ન્યાય મૂર્તિ ખાનવિલકરનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, અમે લગ્ન સંબંધોની વિરુદ્ધ્ દંડ સંહિતાની ધારા 497 અને સીઆરપીસીની ધારા-198ને ગેરબંધારણીય જાહેર કરીએ છીએ.અલગથી પોતાનો ચુકાદો સંભળાવતા ન્યાયમૂર્તિ પી.નરીમને ધારા-497ને જૂનવાણી કાયદો ગણાવીને ન્યાય મૂર્તિ મિશ્રા અને ન્યાયમૂર્તિ ખાનવિલકરના ચુકાદા સાથે સહમતિ દર્શાવી હતી.તેમણે કહ્યું કે ધારા-497 સમાનતાનો અધિકાર અને મહિલાઓ સાથે સમાન તકોનું ઊલ્લંઘન કરે છે.જોકે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યુ કે જો લગ્નબાહય સંબંધોના કારણે કોઈ એક લગ્નપાર્ટનર આત્મહત્યા કરે તો આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો લાગુ પડી શકે છે.
