સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં, પ્રમોશનમાં આરક્ષણ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
Live TV
-
કોર્ટે બઢતીમાં આરક્ષણ માટે વસ્તી ગણતરીમાં આંકડાને ધ્યાનમાં લેવાની કેન્દ્રની અરજી નામંજૂર કરી.
સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં, પ્રમોશનમાં આરક્ષણ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ મુદ્દે 2006માં આપેલા નાગરાજ ચુકાદાને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પછાતપણાનો આધાર સાબિત કરવા આંકડાકીય માહિતીની આવશ્યકતા ન હોવાનું હાલનાં ચુકાદામાં જણાવ્યું હતું. સાથે કોર્ટે બઢતીમાં આરક્ષણ માટે વસ્તી ગણતરીમાં આંકડાને ધ્યાનમાં લેવાની કેન્દ્રની અરજી નામંજૂર કરી હતી. મુખ્યન્યાયાધીશ દિપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેંચે 2006ના નાગરાજ મામલાને સાત જજોની બેંચ પાસે લઇ જવાનો ઇનકાર કર્યો છે.
