Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે વ્યભિચારના ગુનાને માટે દંડની જોગવાઈ કરતી કલમ-497ને ગેરબંધારણીય જાહેર કરી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ  દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની 5 જજોની ખંડપીઠે  વ્યભિચારના ગુનાને માટે દંડની જોગવાઈ કરતી કલમ-497ને  ગેરબંધારણીય જાહેર કરી દીધી છે.

    સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ  દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની 5 જજોની ખંડપીઠે  વ્યભિચારના ગુનાને માટે દંડની જોગવાઈ કરતી કલમ-497ને  ગેરબંધારણીય જાહેર કરી દીધી છે. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા ન્યાયમૂર્તિ ખાનવિલકર ન્યાયમૂર્તિ આર.એફ.નરિમાન ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ  અને ન્યાયમૂર્તિ ઈન્દુ મલહોત્રાની બેન્ચે કહ્યું  કે લગ્નેતર સંબંધોના મામલે  ભારતમાં દંડસંહિતાની ધારા-497  ગેરબંધારણીય છે. ન્યાયમૂર્તિ મિશ્ર અને ન્યાયમૂર્તિ ખાનવિલકરે  પોતાનો ચુકાદો આપતા જણાવ્યું  કે લગ્ન સંબંધોની વિરુદ્ધ્ દંડ સંહિતાની ધારા 497  અને સીઆરપીસીની ધારા-198ને  ગેરબંધારણીય જાહેર કરવામાં આવે છે. અલગથી પોતાનો ચુકાદો સંભળાવતા  ન્યાયમૂર્તિ નરીમાને  ધારા-497ને જૂનવાણી કાયદો ગણાવીને  ન્યાય મૂર્તિ મિશ્રા અને ન્યાયમૂર્તિ ખાનવિલકરના ચુકાદા સાથે  સહમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું  કે ધારા-497  સમાનતાનો અધિકાર અને મહિલાઓ સાથે સમાન તકોનું  ઊલ્લંઘન કરે છે. જોકે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યુ  કે જો લગ્નેતર સંબંધોના કારણે  કોઈ એક જીવન સાથી આત્મહત્યા કરે  તો આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો  લાગુ પડી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply