Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટ:1994ના ફારૂકી કેસમાં ફેર વિચારણા નથી જરૂરી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખંડપીઠમાંથી  બે ન્યાયઘીશોએ આ મુદ્દે નિર્ણય આપતા જણાવ્યું  કે 1994ના ફારૂકી કેસમાં નમાઝ અદા કરવા માટે કોઈ ખાસ સ્થાન  કે મસ્જિદની જરૂર નથી.

    અયોધ્યા જમીન મામલે જોડાયેલા 1994ના ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખંડપીઠમાંથી  બે ન્યાયઘીશોએ આ મુદ્દે નિર્ણય આપતા જણાવ્યું  કે 1994ના ફારૂકી કેસમાં નમાઝ અદા કરવા માટે કોઈ ખાસ સ્થાન  કે મસ્જિદની જરૂર નથી. સાથે મસ્જિદમાં નમાજ પઢવી  એ ઈસ્લામનો હિસ્સો નથી. આજે ચુકાદો આપતા ત્રણ ન્યાયાઘીશની ખંડપીઠના બે ન્યાયાઘીશોએ જણાવ્યું  કે 1994માં આ અંગેનો નિર્ણય પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા  નિર્ણય લેવામાં આવ્યો હતો. તો આ મુદ્દે ત્રણ ન્યાયાઘીશોની ખંડ પીઠ નિર્ણય લે  તો પણ સંવિઘાન પ્રમાણે પાંચ અને સાત ન્યાયધીશોની ખંડપીઠ સમક્ષ મુકવો પડે. આમ કરવાથી મૂળ કેસમાં વિલંબ થાય  એ વાતને ધ્યાનમાં રાખી  ત્રણમાંથી બે ન્યાયાધીશોએ જણાવ્યું  કે 1994ના ફારૂકી કેસમાં  ફેર વિચારણા જરૂરી નથી. ઉલ્લેખનીય છે  કે આગામી 29 ઓક્ટોબરના રોજ  મુળ કેસ - અયોધ્યા જમીન વિવાદ પર  સુનાવણી હાથ ધરાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply