લૉકડાઉન: શ્રમિકો અને વિદ્યાર્થીઓને પોતાના રાજ્યમાં પરત મોકલવા બાબતે ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Live TV
-
લોકડાઉન દરમિયાન રાજ્યમાં ફસાયેલા પ્રવાસીઓ, શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમના રાજ્યમાં પરત મોકલવા માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાંક નિયમોના પાલન સાથે ફસાયેલા લોકોને એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં મોકલવા માટે જણાવવામાં આવ્યુ છે. ગાઇડલાઇન મુજબ જે
વ્યક્તિને જે રાજ્યમાં મોકલવાના હોય તે વ્યક્તિ જે રાજ્યનો રહેવાસી હોવો જોઇએ અને આ માટે જે તે રાજ્યના સ્થાનિક સતાધીશો તરફથી માન્યતા મળેલી હોવી જોઇએ.જે વ્યક્તિને અન્ય રાજ્યમાં મોકલવાનો હોય તેને રોડ માર્ગે મોકલવામાં આવશે. જે વ્યક્તિને બીજા રાજ્યોમાં મોકલવામાં આવે તે પહેલા તેમનું મેડીકલ ચેકઅપ
કરેલુ હોવું જોઇએ અને તે કોઇ બિમારી ન હોવી જોઇએ. જે બસમાં મોકલવામાં આવે તે બસમાં સામાજીક અંતરથી બેસાડવા જોઇએ અને બસને સેનીટાઇઝ કરેલી હોવી જોઇએ. આ ઉપરાંત, પોતાના રાજ્યમાં પહોંચ્યા બાદ તે વ્યક્તિને પોતાના ઘરે 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવુ જોઇએ અને તબીબી પરિક્ષણ પણ કરાવવાનું રહેશે. આમ, હવે એક રાજ્યમાંથી પોતાના વતનમાં જઇ શકાશે પણ આ માટે તમામ નિયમોનું પાલન કરવુ જરૂરી છે.
