Skip to main content
Settings Settings for Dark

લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાયા

Live TV

X
  • લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાઈ ગયા છે. બીજી બાજુ કોઈ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે એ માટે નવસારી જિલ્લા તંત્ર પુરતી તકેદારી રાખવાની સાથે નવા મતદારો માટે નોંધણી પ્રક્રિયા હેઠળ ઝુંબેશ ચલાવી રહ્યું છે. નવસારી જિલ્લામાં 1 હજાર 180 મતદાન મથકોમાં 5 લાખ 13 હજાર 83 પુરૂષ મતદારો 5 લાખ 3 હજાર 368 સ્ત્રી મતદારો તેમજ 1 હજાર 950 અન્ય મતદારો મળી કુલ 10 લાખ 16 હજાર 493 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી જાહેર થતા ચૂંટણીપંચ દ્વારા આચારસંહિતાની અમલવારી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે. સાથે જ જિલ્લામાં ઈલેક્શન કમિશનની ગાઈડ લાઈન પ્રમાણે કામગીરીઓ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે જિલ્લાની ચાર વિધાનસભામાં 15 જેટલી ચેકપોસ્ટો બનાવીને વાહન ચેકીંગ હાથધરવામાં આવ્યું છે નવસારી  જલાલપોર  ચીખલી વિધાનસભા 25 લોકસભા નવસારી માં આવે છે જેની 13 ચેકપોસ્ટ અને વાંસદા વિધાનસભા વલસાડ લોકસભામાં આવે છે જેમાં મહારાષ્ટ્રની હદ બાજુમાં આવેલ હોય જેના માટે બે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જિલ્લામાં ઈલેક્શન કમિશનની ગાઈડ લાઈન પ્રમાણે કામગીરીઓ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply