લોકસભાની ચૂંટણી માટે હિંદુસ્તાન નિર્માણ દળે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરી
Live TV
-
લોકસભાની ચૂંટણી માટે ડૉ. પ્રવીણ તોગડીયાની પાર્ટી હિંદુસ્તાન નિર્માણ દળે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત ઉત્તરપ્રદેશ ઓડીશા આસામ અને હરિયાણા આ રાજ્યોના કુલ 41 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતમાં 9 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે ડૉ. પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે હિંદુસ્તાને અત્યાર સુધી બે જ મુખ્ય રાજકીય દળોને નિહાળ્યા છે. ત્યારે હવે હિંદુસ્તાનને નવા સામાજિક-રાજનૈતિક નેતૃત્વની જરૂર છે.
