લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નહીં: રવિશંકર પ્રસાદ
Live TV
-
કેન્દ્ર સરકારે ફરી એકવાર નાગરિકતા સુધારા કાયદાને મુદ્દે વિરોધ પક્ષ દ્વારા થઈ રહેલા હોબાળા મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી
કેન્દ્ર સરકારે ફરી એકવાર નાગરિકતા સુધારા કાયદાને મુદ્દે વિરોધ પક્ષ દ્વારા થઈ રહેલા હોબાળા મામલે , પોતાની પ્રતિક્રિયા આપી હતી. કેરળ વિધાનસભાએ નાગરિકતા સંશોધન કાયદાને રદ કરવાની માંગણી સાથે , પ્રસ્તાવ પસાર કર્યાનો વિરોધ કરતા , કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું , કે આ દેશમાં , આ અધિકાર માત્ર સંસદને છે. કોઈ રાજ્યની વિધાનસભાને , આ અધિકાર નથી. તેમણે એમ પણ કહ્યું , કે આ કાયદો , કોઈ ભારતીય કે મુસ્લિમ નાગરિક માટે નથી. તેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન , અને બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને , સામેલ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું , કે આ કાયદો , સંપૂર્ણ પણે બંધારણીય છે.
