લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી પોતાનું રાજીનામું આપવાની રાહુલ ગાંધીની રજૂઆત
Live TV
-
લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી પોતાનું રાજીનામું આપવાની રાહુલ ગાંધીની રજૂઆત બાદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર પછી પક્ષમાં વિવિધ રાજ્યોમાંથી પ્રદેશ પ્રમુખના રાજીનામાં આપવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈના રાજીનામાંને મંજૂર કરવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં વિવિધ રાજયોના પ્રદેશ પ્રમુખના રાજીનામાં આપવામાં આવ્યા છે. તેમાં ઝારખંડના અજોયકુમાર, ઓડિશાના પ્રદેશ પ્રમુખ નિરંજન પટનાયક, ઉત્તર પ્રદેશના પ્રમુખ રાજ બબ્બરે પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. આ ઉપરાંત અમેઠીના જિલ્લા પ્રમુખ યોગેંદ્ર મિશ્રાએ પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી કોઈના રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.
