લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રાજકીય પક્ષોની વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનિતી શરૂ
Live TV
-
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રાજકીય પક્ષોની વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનિતી શરૂ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા તરફથી ભાજપના કેન્દ્રીય નેતૃત્વને લાંચ-રૂશ્વત અપાઈ હતી.તો ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસને વળતો જવાબ આપતા કહ્યું કે રણદીપ સુરજેવાલા જિંદ ચૂંટણીમાં થયેલી હારથી પરેશાન છે તેથી તેઓ આ પ્રકારના આરોપો લગાવી રહ્યા છે.
