Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં SC-ST એટ્રોસીટી પ્રિવેન્શન બિલ રજૂ કરાયું 

Live TV

X
  • લોકસભામાં SC-ST એટ્રોસીટી પ્રિવેન્શન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને લોકસભામાં રજૂ કરવા માટેની કેબિનેટની મંજૂરી બાદ સુધારા વિધેયકને લોકસભામાં રજૂ કરાયું હતું. સુપ્રિમ કોર્ટે SC-STના એટ્રોસીટી પ્રિવેન્શન અંગેના ચૂકાદા બાદ સરકારે આ બિલને રજૂ કરીને સુપ્રિમ કોર્ટના ચુકાદા અગાઉની સ્થિતીને પૂર્વવત કરવા માટેના પ્રયાસના ભાગરૂપે આ સુધારા ખરડો રજૂ કર્યો છે. 

    આ સાથે જ નેશનલ સ્પોર્ટસ યુનિવર્સિટી બિલ પણ લોકસભામાં પસાર થયું હતું. સંસદની કાર્યવાહી ના પ્રારંભે જ ,NRC ના મુદ્દા પર ,સંસદ ના બંને ગૃહ માં , તૃણમૂલ કોંગ્રેસ ના સાંસદોઓ એ ,હોબાળો કર્યો હતો. 

    લોકસભામાં હોબાળા દરમિયાન T.M.C.ના સાંસદ વેલમાં પહોંચી ગયા હતા અને ઉગ્ર વિરોધ સાથે પ્રદર્શન કર્યું હતું. હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી 11.50 સુધી સ્થગિત કરી દેવાઈ હતી. હોબાળાની વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહે NRC મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે માંગવામાં આવેલા જરૂરી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં એકપણ ભારતીયનું નામ  NRC માંથી બાકાત નહીં રહે. તેમણે જણાવ્યું કે ,આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply