PMમોદીએ પરિવહન-આવાસ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે કરી બેઠક
Live TV
-
વડાપ્રધાને પરિવહન અને આવાસ સાથે જોડાયેલ મુખ્ય ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલા મંત્રાલયો, નીતિ આયોગ અને પીએમઓના વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ રસ્તા, પ્રધાનમંત્રી ગ્રામીણ માર્ગ યોજના, ગ્રામીણ આવાસ, શહેરી આવાસ, રેલવે, હવાઈઅડ્ડા અને બંદરગાહોના પ્રમુખ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રોવી પ્રગતિની સમીક્ષા કરી હતી. લગભગ 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલા અધિકારીઓ સામેલ રહ્યા હતા.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતની પ્રસ્તુતિમાં માર્ગ નિર્માણની ગતિમાં ઝડપથી સુધારો થયો છે, તેવું જણાવવામાં આવ્યું હતું. વર્ષ 2013-14ના 11.67 કિમીની તુલનામાં વર્ષ 2017-18માં પ્રતિદિન માર્ગ નિર્માણની લંબાઈ 26.93 કિમી નોંધવામાં આવી હતી.
