લોકસભા અને રાજ્યસભા અનિચ્છિતકાળ સુધી સ્થગિત
Live TV
-
રાહુલ ગાંધી પાસેથી માફીની માગ સાથે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચ્યો હતો
આજે સસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે લોકસભા અને રાજ્યસભા અનિચ્છિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે...કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના દુષ્કર્મ પરના વિવાદીત નિવેદનને લઈને લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો.
ભાજપે રાહુલ ગાંધી પાસેથી માફીની માગ કરી. રાહુલ ગાંધીના નિવેદનને લઈને NDAની તમામ મહિલા સાંસદોએ રોષ ઠાલવ્યો. સ્મૃતિ ઈરાની, લાકેટ ચેટર્જી સહિત ભાજપના ઘણા સભ્યોએ રાહુલ ગાંધી પાસે માફીની માગ કરી. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ પણ સદનમાં આ મુદ્દા પર પોતાની વાત મૂકી હતી. લોકસભા અને રાજ્યસભા અનિચ્છિતકાળ માટે સ્થગિત કરવામાં આવી..
સંસદના શિયાળુ સત્રમાં બિલ અંગેના કામકાજની દ્રષ્ટીએ જોવા જઈએ તો આ સત્ર ઘણુ મહત્વનું રહ્યું. આ સત્રમાં નાગરિકતા સંશોધન વિધેયક, એસપીજી પ્રોટેક્શન, દિલ્લી એનસીઆરમાં ગેરકાયદે વસાહતો અંગેનું વિધેયક અને ઈ સિગરેટ પ્રતિબંધ સાથે સંબંધિત વિધેયક સંસદના શિયાળુ સત્ર દરમિયાન પસાર થઈ ચૂક્યા છે.
સરકારના પ્રયાસો છે કે, સત્ર દરમિયાન વધુને વધુ બિલ પસાર થઈ શકે..કેમ કે લોકકલ્યાણના કામમાં ગતિ લાવવા માટે સંસદમાંથી બિલ પસાર થવા જરૂરી છે...
