લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે
Live TV
-
27 માર્ચ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, ઉમેદવારી પત્રોની ચકાસણી 28 માર્ચે કરાશે અને 30 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની નામાંકન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે. આ બેઠકો પર ઉમેદવાર 27 માર્ચ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 28 માર્ચે કરાશે અને 30 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. જ્યારે બિહારમાં હોળીના પર્વને કારણે ઉમેદવારી પત્ર 28 માર્ચ સુધી ભરી શકાશે, ઉધમપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે કઠુઆ ડેપ્યુટી કમિશનર ઓફિસમાં ઉમેદવારી પત્ર દાખલ કરશે. પ્રથમ તબક્કામાં સૌથી વધુ તમિલનાડુની 39 સીટો પર ચૂંટણી યોજાશે. આ સાથે જ રાજસ્થાનની 12, ઉત્તરપ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, અસમ-ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રની 5-5 સીટ અને બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાયલયની 2 સીટો, મિઝોરમ, નાગાલેન્ડ, અંદમાન નિકોબાર, જમ્મુ કાશ્મીર, લક્ષ્યદ્વીપ, પુડૂચેરી, સિક્કિમ, છત્તીસગઢ અને ત્રિપુરા આ તમામ જગ્યા પર 1-1 સીટ પર મતદાન થશે.