લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ
Live TV
-
આ તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 97 બેઠક માટે 18 એપ્રિલે મતદાન યોજાશે.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 97 બેઠક માટે 18 એપ્રિલે મતદાન યોજાશે. આ તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર , કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પુરુ-ચેરીની બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશને આઠ બેઠક માટે મતદાન થશે. લોકસભાની 543 બેઠક માટે કુલ સાત તબક્કામાં મતદાન થશે.
